વાઘબારસ ની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશ | Happy Vagh baras Wishes, Quotes and SMS in Guajarati
વાઘ બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે.
તમારા નામ ની સાથે વાઘબારસ ની શુભકામના પાઠવોહિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ. જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતી પુજા કરે છે.
આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે, 'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.
આ પેજની અનુક્રમણિકા
Vagh baras Wishes in Guajarati languages
Vag baras Wishes in Gujarati language |
વાઘ બારસ (વાક્ + બારસ) એ દિવસે તમે તમારા તમામ દેવાં પૂર્ણ કરો છો અને નવા વ્યવહારો પર જાઓ છો.
આ દરેક માટે ખાસ પ્રસંગ છે, પરંતુ ખાસ કરીને છૂટક વેપારીઓ અને ઉદ્યોગો માટે કારણ કે તેઓ આ દિવસે પોતાનો ખાતા પૂણ કરે છે.
હેપી વાઘ બારસ
વાઘબારસ એટલે વિદ્યાદેવી, દેવી સરસ્વતીની ઉપાસનાનો દિવસ.
દિવાળી પર્વના પ્રથમ શુભ દિવસ વાઘબારસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપના દરેક પર્વ આવતું વર્ષ જ્ઞાન અને જીજ્ઞાસા પૂર્ણ હો અને સમ્યકજ્ઞાનથી કેવળજ્ઞાનની આપની યાત્રા વાયુવેગે પ્રયાણ કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના..
પ્રકાશના આ શુભ તહેવાર પર આનંદ સમૃદ્ધિ અને ખુશીની ચમક આવનારા વર્ષમાં તમારા દિવસોને પ્રકાશિત કરી શકે છે વાઘબારસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
vag baras quotes in gujarati |
વાઘ બારસ (વાક્ + બારસ) હકીકત માં વાઘ નહી 'વાગ', વાગ એટલેકે વાણી.
આખુ વર્ષ સત્ય, પ્રીય અને હીતકારી વાણી બોલવી,
આપના કારણે આપના સ્વજનો, આપ્તજનો અને આપના પરીજનો ના મન દુઃખાય નહી તેનુ ધ્યાન રાખવું.
સૌને વાગબારસ ની શુભેચ્છાઓ.
🙏🏼દવી સરસ્વતી વાગ (વાચા)ની દેવી 💐🙏🏼😊
દિવાળીના પર્વો આપણા દેશ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખોલનારું બની રહે એવી પ્રભુ ને પ્રાર્થના 👍🎊
આપના જીવનમાં શાંતિ, સમૃદ્ધિ, અપાર ખુશીઓ અને માં સરસ્વતી અને માં લક્ષ્મીજીની અપાર કૃપા વરસતી રહે તેવી અભ્યર્થના સાથે વાઘબારસ ની હાર્દિક શુભકામનાઓ.
દિવાળી પર્વના પ્રથમ શુભ દિવસ વાઘબારસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
વાઘ સામર્થ્યનું પ્રતિક છે મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે પરક્રમી થવાનું છે જોખમ ખેડવાનું છે અંતરસમૃદ્ધી વધારવા ઘણું વધારે સમર્થ અને પરાક્રમી થવું પડે
ભારતીય સંસ્કૃતિનો ગરિમા આપણાં તહેવારોમાં પણ ઝળકે છે. આપણે જ્ઞાનની સંસ્કૃતિ છીએ, માત્ર ધનની નહીં.
એટલે જ પૂર્વજોએ વાક્ બારસ પર પહેલાં માઁ સરસ્વતીનું, જ્ઞાનનું પૂજન કર્યું અને પછી મહાલક્ષ્મીજીનું.
સરસ્વતી, સામર્થ્ય અને શુભ સમયના પ્રતિક અવસર વાઘબારસની સૌને હાર્દિક શુભકામનાઓ.
હેપ્પી વાઘ બારસ - વાઘ એટલે નાણાકીય દેવું ચૂકવવું.
લોકો તેમના ખાતાવહી સાફ કરે છે & લાભ પંચમી પછી જ નવા વ્યવહારો દાખલ કરો.
રોશનીઓના આ શુભ પર્વ પર વાઘ બારસ 2022 ની શુભકામનાઓ આગામી વર્ષમાં તમારા દિવસોને આનંદ સમૃદ્ધિ અને ખુશીઓથી પ્રકાશિત કરે.
વાઘ બારસની શુભકામનાઓ...
આ વાઘ_બારસ, તમને આશીર્વાદ મળે....
સારા નસીબ - ગણેશજીની લાંબી સૂંઢ સુધી,
સંપત્તિ અને સમૃદ્ધિ - તેના પેટ જેટલું મોટું,
સુખ - તેના લાડુ જેવા મીઠા અને
મુશ્કેલીઓ - તેના ઉંદર જેટલા નાના.
દિવાળીના સુંદર તહેવાર તમારા ઘરને ખુશીઓથી ભરી દે.
આવતું વર્ષ તમારી બઘી પ્રાર્થના પૂણ કરે!
વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ.
દિવાળીની ગણતરી શરૂ થતાં ઉજવણી કરનારા દરેકને વાઘ બારસની શુભકામનાઓ...
વાઘ બારસની સુંદરતા, તમારા ઘરને ખુશીઓથી ભરી દે, અને આવનારું વર્ષ તમને તે બધું પ્રદાન કરે જે તમને આનંદ આપે.
તમને અને તમારા પરિવારને વાઘ બારસની શુભકામનાઓ.
વાક્ બારસ અને ધનતેરસની શુભેચ્છાઓ.
વાક્ દેવિ સરસ્વતી (વાક્ બારસ) અને આયુર્વેદ દેવ ધનવંતરીની (ધનતેરસ) કૃપા તમામ મિત્રો પર રહે એવી શુભકામના
વાઘ બારસ ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
ઈશ્વર આપને અને આપનાં પરિવારને આ દિવાળી નાં પર્વ સમયે સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી શુભકામના.
આસો વદ બારસ એટલે વાક બારસ ( વાઘ બારસ ) વિઘા, વાણી અને કલાની દેવી માં સરસ્વતી આપને મન, કર્મ અને વચનથી પવિત્ર કરે તેવી હાર્દિક શુભેચ્છા…
વાઘ બારસ ની ખુબ ખુબ શુભકામનાઓ.
આજથી શરૂ થતું દિવાળી પર્વ આપના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને તંદુરસ્તી લાવે તેવી શુભેચ્છાઓ..💐🐯
Vag baras Wishes in Guajarati for friends
વાઘ જેવા મારા મિત્રોને વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ 🙏🏼🐯🙏🏼
Vag baras Quotes in Guajarati languages
વાઘબારસ (વાક્ + બારસ) એ અપભ્રંશ થયેલો શબ્દ છે... ખરેખર વાગબારસ
"वाक्" એટલે "વાણી" અને વાણી ની દેવી સરસ્વતી…
આપણી વાણી પવિત્ર હશે તો જગત ની ત્રણેય મહાશક્તિ… महाकाली,,महालक्ष्मी,,महासरस्वती
માતાની કૃપા આપણા પર સતત વરસતી રહેશે…..
વાગબારસ ની હાર્દિક શુભકામનાઓ
વાગબારસ (વાક્ + બારસ) એટલે વાઘ નહી વાગ. વાગ એટલે વાણી.
વાક એટલે ભાષાની દેવી છે સરસ્વતિ.
હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા સરસ્વતિની પૂજા થવી જ જોઇએ...
જેથી આપણા પુર્વજોએ ધનતેરસના આગલા દિવસે લક્ષ્મીની પૂજા થાય એ પહેલા વાક બારસના દિવસે મા સરસ્વતીની પુજા કરે છે.
મારા તમામ સ્નેહીઓ ને વાઘ બારસ ના તેહવાર ની અનંત શુભકામના.
જો કે આ તેહવાર ને વાસ્તવમાં વાઘ 🐯 સાથે કોઇ લેવા દેવા નથી તે ઘણાં ભૂલી જ ગયા છે..!
મૂળ શબ્દ વાક્ બારસ - વાક્ એટલે કે વાણી.
આજ ના દિવસે વાણી ની દેવી સરસ્વતી માતા ના પૂજન ની પ્રથા છે.
સરસ્વતી માતાનું અન્ય નામ વાઘેશ્વરી છે.
Vag baras funny message for WhatsApp in Guajarati languages
માર્કેટમાં સિંહની જેમ રોફ મારતા ...
અને ઘરમાં પત્ની આગળ...
મિયાંઉ મીંદડી બની જતા .😿
ગ્રુપના તમામ મિત્રોને વાઘબારસની ..🐅 હાર્દિક શુભકામના ... !
Comments
Post a Comment