લાભ પાંચમની શુભેચ્છાઓ સહ શુભકામના સંદેશાઓ | Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language
આજે લાભપંચમી-જ્ઞાાનપંચમી છે. આજના દિવસથી સૌ ધંધા-વેપારનો પ્રારંભ કરે છે. દિવાળી પછી આવતી આ પંચમીએ જો કોઈ નવો વેપાર કે મુહુર્ત કરવામાં આવે તો તેમા લાભ જ લાભ થાય છે. તેથી વેપારીઓ આ દિવસે પોતાના ચોપડાની સાથે સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. જેથી કરીને તેમને માટે આ નવુ વર્ષ લાભદાયી નીવડે.
આ પેજની અનુક્રમણિકા
Happy Labh Pancham wishes in gujarati
Happy Labh Pancham wishes, quotes, status and SMS in Gujarati language |
"શુભ લાભ પાંચમ"
પરમ કૃપાળુ પરમાત્મા આપને વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉધોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના..
નવા વર્ષમાં વેપાર-ધંધા થકી કર્મયોગનો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભપાંચમની શુભેચ્છાઓ. ગણેશજીની કૃપાથી આજથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં સુખ-સમૃધ્ધિના ભંડાર ભરપૂર કરે તેવી પ્રાર્થના કરું છું.
Happy Labh Pancham wishes in Gujarati |
આપ સૌને આગામી વિક્રમ સંવત 2079 વર્ષ લાભદાયી નીવડે એવી લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ.
અનેક નવી શરૂઆત કરવાનો અને નવા કામ તથા નવા વિચારને આચરણમાં લઈ એને અનુસરવાના નવા વર્ષમાં વૈપાર - ઘંઘા થકી કર્મયોગ નો ફરી પ્રારંભ કરવાના શુભ દિન લાભ પાંચમ ની શુભેચ્છાઓ.
શુભ લાભપાંચમ
શુભ લાભ પાંચમ
આજના શુભ અવસર પર તમારો વ્યાપાર, નોકરીમાં તમારી સતત અવરિત પ્રગતિ થાય.
લાભ પાંચમના શુભ... દિવસ પર ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે એવી.... અમારી શુભકામનાઓ.
Happy Labh Pancham images in Gujarati |
લાભપાંચમની શુભેચ્છાઓ!
નવા વર્ષના આજના શુભ દિનથી શરૂ કરેલ પુરુષાર્થ આપના જીવનમાં ભરપૂર સમૃધ્ધિ લાવે તેવી પ્રાર્થના...
નૂતન વર્ષમાં કર્મયોગના પ્રારંભના મંગલ પર્વ લાભપાંચમની શુભકામનાઓ પાઠવું છું.
જૈન પરંપરામાં આજના દિવસે જ્ઞાનપાંચમ તરીકે જ્ઞાનપૂજનનો પણ મહિમા છે.
દેવીકૃપાથી આપણા જીવનમાં શુભદાયી અને લાભદાયી કર્મરૂપ ઐશ્વર્ય પ્રગટે તેવી પ્રાર્થના કરું છું.
shubh Labh Pancham wishes in gujarati
॥ શુભ લાભ પાંચમ ॥
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥
સૌભાગ્ય અને ઉન્નતીના મંગલ પર્વે આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવન સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ રહે એવી અભ્યર્થના.
Shubh Labh Pancham wishes in Gujarati |
શુભ લાભપાંચમ 👣
તમામ ક્ષેત્રમાં સફળતાના સર્વોચ્ચ શિખરો પ્રાપ્ત કરો અને આરોગ્ય તથા વૈભવના તમામ દ્વારો ખુલે તેવી પ્રાર્થના.
લાભપાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શુભ લાભ પાંચમ 👣
આપણા અથાક મહેનત અને સાહસથી ગતિશીલ ગુજરાત વિકાસ ના પંથે વધુ ને વધુ ગતિમય બને, સૌ સુખમય આરોગ્યમય રહે એજ શુભકામના.
શુભ લાભ પાંચમ 👣
પરમ કૃપાળુ પરમાત્મા આપને આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવનમાં સુખ, સફળતા અને સંપત્તિથી પરિપૂર્ણ કરે એવી અભ્યર્થના સહ ગુણિયલ ગુજરાતનો હરેક નાગરિક પોતાના પરિશ્રમ થકી ઉચ્ચત્તમ, સ્વર્ણિમ લક્ષ્યો સાધીને રાજ્યમાં વિકાસ ઉર્જાનો વાહક બને એવી અભિલાષા.
શુભ લાભ પાંચમ 👣
સૌભાગ્ય અને ઉન્નતિના પાવન પર્વ લાભપાંચમની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આપ અને આપના વ્યવસાય, ધંધા-રોજગાર, ઉદ્યોગ તેમજ પારિવારિક જીવનમાં સુખ, સફળતા અને સંપત્તિથી લાભવૃદ્ધિ પામો તેમજ રાજ્ય અને દેશ વિકાસના પંથે વધુને વધુ ગતિમય બને એવી હાર્દિક શુભકામનાઓ.
ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ...
બંને વચ્ચે તમને સૌભાગ્ય, જ્ઞાન અને લાભપાંચમની શુભકામના.
: શુભ લાભ :
આપનું જીવન અને વ્યવસાય લાભ, ભાગ્ય અને ખુશાલીથી ભરપૂર રહે.
આ પાવન અવસર પર આપ સૌને શુભ લાભ પાંચમ.
“શુભ લાભ પાંચમ”
વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
નવા વર્ષની આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એવી પ્રાર્થના.
વેપાર અને વિધાના મહિમા નો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભ પાંચમની શુભેચ્છાઓ...
આપ સૌનું નૂતન વર્ષે લાભદાયી તથા ફળદાયી રહે એવી શુભકામનાઓ...
લાભ પાંચમના શુભ દિવસની આપ સૌને સફળ અને સમૃદ્ધ ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
શુભ લાભ પાંચમ 🙏🏻
Happy Labh Pancham Whatsapp status in Gujarati
"શુભ અને લાભ"
લાભ પાંચમ ના શુભ પર્વ પર આપને તથા આપના પુરા પરિવાર ને હાર્દિક શુભકામનાઓ"
આજથી શરૂ થતા શુભ કાર્યમાં સફળતા મળે યશ પ્રાપ્તિ થાય આખું વરસ લાભ દાઈ રહે ખુશીઓ ભર્યું આનંદ મય પસાર થાય એજ પ્રાર્થના સાથે લાભ પાંચમ પર્વની આપના સહ પરિવારને હાર્દિક શુભેચ્છાઓ...
શુભ લાભ પાંચમ💐🌹
શુભ લાભપાંચમ
પરમકૃપાળુ પરમાત્મા આપનું જીવન સુખ, શાંતિ, અને સફળતાથી ભરી દે તેજ અભ્યર્થના સાથે આપ સૌને લાભ પાંચમ ની હાર્દિક શુભેચ્છાઓ...
શુભ લાભ પાંચમ
આજ સુધી ગમે તે થયું આજ થી ફક્ત તમને "ગમે" તેવું થાય.
ફક્ત જીવન માં લાભ જ લાભ થાય તેવી લાભપાંચમ ની શુભકામના.
પંચ તત્ત્વો જેવો અવધૂત લાભ ઈશ્વર આ મહાન દેશને કરાવતાં રહે એવી "લાભ પાંચમ" ની પ્રભુ ચરણે પ્રાર્થના. 🙏
શુભ લાભ પાંચમ 🪔
શુભ લાભ પાંચમ
નવું વર્ષ આપણા માટે વ્યવસાય, રોજગાર માં ખુબ સફળતા અપાવે અને ખૂબજ આગળ વધો એવી મારી શુભકામનાઓ
આપ વિનાનું આખું વરસ
ખાલી ખડ ખડ પાંચમ છે,
આપ મળો બસ પાંચ મિનીટ
તો એ સાચી લાભપાંચમ છે.
લાભપાંચમની હાર્દિક શુભકામનાઓ...
Happy Labh Pancham message in gujarati
વર્ષ ભલે બદલાયું, લાગણીઓ અકબંધ રહેશે..!!
તમે ત્યાંથી શુભ લખો અને... હું અહીંથી લાભ લખુ એ જ આપણી "લાભપાંચમ".
આપને તથા આપના પરીવારને લાભપાંચમની ખુબ ખુબ શુભકામના... 🙏🙏🙏
Happy Labh Pancham shayari in gujarati
શુભ... લાભ...
🕉 લાભ પાંચમ 🕉
શુભ લખું કે લાભ,
સૌ નું હો મંગલ કલ્યાણ,
સૌ ને લાભ પાંચમ મુબારક...
👣👣👣👣👣👣👣
તું દોર સ્વસ્તીક,
હું કરું એમાં ટપકાં,
ને એમ બને આપણી... લાભપાંચમ.
લાભપાંચમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
Happy Labh Pancham quotes in gujarati
વિવાદ વગર દીવસ પૂર્ણ થઇ જાય એ જ સાચો લાભ રાત્રે શાંતિ પૂર્ણ નીંદર આવી જાય એ જ સાચો લાભ.
દીવસમાં કોઇ એક ને મદદરૂપ થવાય એ જ સાચો લાભ દવાખાનામાં પૈસો ના વેડફાય એ જ સાચો લાભ મહેનત અને પ્રામાણિકતાથી ધન આવે એ જ સાચો લાભ આ પાંચ લાભ એટલે જ લાભ પાંચમ.
લાભપાંચમની આપ સૌને હાર્દીક શુભકામના.
લોભ ને લાભની લ્હાયમાં બધે હો હા હલચલ છે.
જ્ઞાનની દેવી શારદાને પણ લગાડ્યું લાંછન છે.
શુભ લાભ પાંચમ
Comments
Post a Comment